મકર : રોકાણ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. ઘરમાં ફેરફારને લગતા વિષય ઉપર પણ મહત્ત્વપૂર્ણ ચર્ચા થશે. બાળકોને તમારા માર્ગદર્શનમાં કોઇ વિશેષ સફળતા પ્રાપ્ત થઇ શકે છે. પરિવાર સાથે મનોરંજન અને સ્વાસ્થ્યને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે. લગ્નજીવનમાં મધુરતા રહેશે. સાથે જ એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થા પણ સારી જાળવી શકશો તથા સંબંધીઓ સાથે સંબંધોમાં મધુરતા રહેશે.
કન્યા : રોકાણ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. ઘરમાં ફેરફારને લગતા વિષય ઉપર પણ મહત્ત્વપૂર્ણ ચર્ચા થશે. બાળકોને તમારા માર્ગદર્શનમાં કોઇ વિશેષ સફળતા પ્રાપ્ત થઇ શકે છે. લગ્ન યોગ્ય લોકો માટે આ વર્ષ શુભ સમાચાર લઈને આવશે.પરિવાર સાથે મનોરંજન અને સ્વાસ્થ્યને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે.
વૃશ્ચિક : યુવાઓને પ્રેમ લગ્ન માટે પરિવારની મંજૂરી પ્રાપ્ત થશે. પતિ-પત્નીમાં સંબંધ સુધરવાના કારણે પરિવારમાં સુખમય વાતાવરણ જળવાયેલું રહેશે. કુંવારા લોકોને મનગમતાં સાથીને મળવાની સંભાવના છે. મન પ્રમાણે સફળતા પ્રાપ્ત થશે. તમે તમારી યોગ્યતા અને કાર્યકુશળતા દ્વારા દરેક શુભ અશુભ પરિસ્થિતિઓમાં યોગ્ય તાલમેલ જાળવી રાખશો. સરકારી મામલે સફળતાદાયક યોગ રહેશે.
કુંભ : તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવા માટે થોડા પ્લાનિંગ કરશો અને તેમાં સફળ પણ રહેશો. તમને તમારી અંદર માનસિક શાંતિ અને ભરપૂર ઊર્જાનો અનુભવ થશે. કુંવારા લોકોના વર્ષની શરૂઆતમાં લગ્ન નક્કી થઇ શકે છે. એટલે લગ્નને લગતી કોશિશને આગળ વધારો અને તમારા મિત્ર પરિવાર દ્વારા કોઇ સાથે થયેલો પરિચય રિલેશનશિપમાં કે લગ્નના નિર્ણયમાં ફેરવાઇ શકે છે.