ઉનાળાની ઋતુમાં લોકો તડકા અને પરસેવાથી કંટાળી જાય છે. ખાસ કરીને જો તમારે રસ્તા પર ચાલવું હોય તો તે વધુ મુશ્કેલ બની જાય છે. આ મુશ્કેલીથી બચવા માટે એક સાધુએ અનોખો જુગાડ બનાવ્યો છે.
ગરમીથી બચવા માટે માથા પર સૌર ઉર્જાથી ચાલતા પંખાનો ઉપયોગ કરતા સાધુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના આ વીડિયોમાં સાધુના માથા પર હેલ્મેટમાં સોલર પ્લેટ અને પંખો લગાવવામાં આવ્યો છે.
વીડિયોમાં સાધુ કહી રહ્યા છે કે, “સૂર્ય જેટલો મજબૂત હશે, તેટલો પવન પણ આવશે.”
देख रहे हो बिनोद सोलर एनर्जी का सही प्रयोग
सर पे सोलर प्लेट और पंखा लगा के ये बाबा जी कैसे धूप में ठंढी हवा का आनंद ले रहे है ! pic.twitter.com/oIvsthC4JS
— Dharmendra Rajpoot (@dharmendra_lmp) September 20, 2022
કેવી રીતે બાબાજી માથા પર સોલાર પ્લેટ અને પંખો લગાવીને તડકામાં ઠંડી હવાનો આનંદ માણી રહ્યા છે. આ વીડિયોમાં સાધુ માથા પર પંખો લઈને ચાલતા જોવા મળે છે. આ પંખાની દિશા તેના ચહેરા તરફ છે, જ્યારે પાછળની બાજુએ સોલર પૅન લગાવવામાં આવ્યું છે.
જ્યારે વિડિયો બનાવનાર તેને પૂછે છે કે આ સિસ્ટમ શેની બનેલી છે તો તેણે ખુલાસો કર્યો કે તેને ગરમીથી બચવા માટે બનાવવામાં આવી છે. તે વધુમાં જણાવે છે કે સૂર્ય જેટલો તેજ હશે તેટલી જ ઝડપથી આ પંખો ચાલશે.