ઇન્ટરનેટ અને મોબાઇલ હવે વ્યક્તિનાં જીવનમાં એક મહત્વનો હિસ્સો બની ચુકેલ છે. હવે લોકો મોબાઈલ પર વધારે સમય પસાર કરે છે. તે લોકોના મનોરંજનનું સાધન પણ બની ગયેલ છે. ઇન્ટરનેટ યુઝ કરવા માટે મોટાભાગના લોકો ગુગલનો ઉપયોગ કરે છે. જ્યારે પણ વ્યક્તિએ કોઈ ચીજ સર્ચ કરવાની હોય છે, તો ગુગલની મદદ લે છે. ગુગલ દ્વારા લોકો વીડીયો જોવે છે, તેઓ ગીત સાંભળે છે અને ઘણા પ્રકારની જાણકારીઓ સર્ચ કરે છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની બાબતમાં મહિલાઓ પણ પુરુષોથી જરા પણ પાછળ નથી. જોકે ગુગલ પર જે પણ સર્ચ કરવામાં આવે છે, તેને ગુગલ મોનીટર કરે છે. હાલમાં જ ગુગલ દ્વારા સર્ચ રિઝલ્ટ્સનો એક રિપોર્ટ રજુ કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે મહિલાઓ એકલી હોય છે, તો ગુગલ પર કઈ ચીજો સર્ચ કરે છે.
કારકિર્દીને આપે છે મહત્વ
ગુગલનાં રીપોર્ટનું માનવામાં આવે તો જ્યારે પણ મહિલાઓ ઘરે એકલી હોય છે, તો ગુગલ પર કારકિર્દી સાથે જોડાયેલી ચીજો સૌથી વધારે સર્ચ કરે છે. તેવામાં તેઓ કોઈ કોર્ષ વિશે અથવા તે કોર્સની ફી વિશે સર્ચ કરતી હોય છે. આ રિપોર્ટથી એવું જાણવા મળ્યું છે કે મહિલાઓ પોતાની કારકિર્દીને લઇને સજાગ હોય છે અને તેને સૌથી વધારે મહત્ત્વ આપે છે. એ જ કારણ છે કે આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષોની બરાબર ઊભી રહેલી છે.
કપડાં અને મેકઅપ
જણાવી દઈએ કે મહિલાઓને કપડાનો ખુબ વિશ્વાસ હોય છે. તેવામાં કારકિર્દી બાદ મહિલાઓ ગુગલ પર ફેશન અને મેકઅપ વિશે માહિતી સર્ચ કરે છે. રિપોર્ટ અનુસાર તેમના સર્ચ રિઝલ્ટમાં કપડા અથવા શોપિંગ સાઇટ્સ તથા ઓફર સાથે જોડાયેલી ચીજ હોય છે. તેની સાથે જ સુંદર દેખાવા માટે મહિલાઓ મેકઅપ પ્રોડક્ટને પણ સર્ચ કરે છે. સાથોસાથ તેઓ ઘણા પ્રકારના બ્યુટી ટ્રિક્સ, ટ્રીટમેન્ટ અને ઘરેલુ ઉપાય પણ ગુગલ ઉપર સર્ચ કરે છે.
મ્યુઝિક માં પણ દિલચસ્પી
મહિલાઓને મ્યુઝિક માં પણ ખુબ દિલચસ્પી છે. રિપોર્ટ અનુસાર મહિલાઓ જ્યારે એકલી હોય છે તો મ્યુઝિક સાંભળવાનું પસંદ કરે છે. તેઓ ગુગલ ઉપર મ્યુઝિક પણ સર્ચ કરે છે. ગુગલનાં રિપોર્ટમાં મહિલાઓ દ્વારા મ્યુઝિક સર્ચ કરવું પણ સામેલ છે. જણાવી દઈએ કે દેશમાં ઈન્ટરનેટ યુઝર ની કુલ સંખ્યા ૧૫ કરોડ છે. તેમાંથી ૬ કરોડ મહિલાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. વળી ૯ કરોડ પુરુષો ઈન્ટરનેટ યુઝર છે. ગુગલનાં રીપોર્ટ અનુસાર ૬ કરોડ મહિલા ઈન્ટરનેટ યુઝર માંથી ૭૫% ની ઉંમર ૧૫ થી ૩૪ વર્ષની વચ્ચેની છે.