ફક્ત ભારત જ નહિ, પરંતુ દુનિયાના લગભગ દરેક દેશમાં પરણિત કપલ પોતાના પતિ અથવા પત્નીને છોડી ને પર સ્ત્રી અથવા બીજા પુરુષો તરફ આકર્ષિત થાય છે. લગ્ન બાદ બીજી મહિલાઓ તરફ આકર્ષિત થવું પુરુષોની આદતનાં રૂપમાં શામેલ હોય છે. તેવામાં એક સવાલ છે, જે બધાના મનમાં ઊભો થાય છે કે આખરે પુરુષો બીજી સ્ત્રીઓ તરફ શા માટે આકર્ષિત થાય છે.
કોઈનાં પ્રત્યે આકર્ષણ હોવું એક અલગ ચીજ છે, પરંતુ તે આકર્ષણને કારણે પોતાના લગ્નજીવન ને સાઈડ પર મુકી દેવું બિલકુલ ખોટી વાત છે. તેવામાં તે જાણવું એટલું જ જરૂરી છે કે આખરે આવી પરિસ્થિતિ શા માટે ઊભી થાય છે? એક્સટ્રા મેરિટલ અફેર થવાના ઘણાં બધાં કારણો હોઈ શકે છે. પરંતુ જો સમય રહેતા તે કારણોને ન જાણી લેવામાં આવે તો તેનાથી મુસીબત વધી શકે છે. તો અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું કે આખરે કયા કારણોને લીધે એક્સ્ટ્રા મેરિટલ અફેર થઈ શકે છે.
જલ્દી લગ્ન થઈ જવા
પરિવારજનોનાં દબાણ અથવા સમાજના દબાણમાં આવીને અમુક લોકો મોટાભાગે જલ્દી લગ્ન કરી લેતા હોય છે. આવા લોકો જ્યારે એક ઉંમર પર પહોંચે છે તો તેમને એવું લાગે છે કે તેમણે ઘણું બધું ગુમાવી દીધું છે. આ અહેસાસ તેમને અન્ય મહિલાઓ તરફ આકર્ષિત કરે છે.
શારીરિક સંતુષ્ટ ન હોવું
આ એકસ્ટ્રા મેરિટલ અફેરનું સૌથી મહત્વનું કારણ માનવામાં આવે છે. જો તમે પોતાના પાર્ટનરથી ખુશ નથી તો તમારા અન્ય કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થવાની સંભાવના ખુબ જ વધી જાય છે.
વધારાનાં સંબંધોમાં ભરોસો
અમુક લોકો એવા હોય છે જેમનામાં વધારાના સંબંધોને લઈને આતુરતા રહેતી હોય છે. આવા લોકો પોતાના પાર્ટનરની સાથે સંતુષ્ટ હોવા છતાં પણ બીજાની સાથે સંબંધ વધારવા માટે આતુર રહે છે.
મોહ ભંગ થવો
તેની સંભાવના સૌથી ઓછી હોય છે. જ્યારે બે સંબંધોની તુલના થવા લાગે છે તો અચાનકથી અન્ય કોઈ તમને વધારે સુંદર દેખાવા લાગે છે અને પોતાના સાથેની સુંદરતા ઓછી દેખાય છે. તેની ખુબીઓમાં પણ તમને ખામીઓ દેખાવા લાગે છે, તો વળી બીજા માં ફક્ત સારી સારી ચીજો નજર આવે છે.
બાળકનાં જન્મ બાદ
માં બની ગયા બાદ જિંદગી સંપુર્ણ રીતે બદલાઈ જાય છે. તેની પ્રાથમિકતાઓ બદલાઇ જાય છે. તેવામાં મોટાભાગે પુરુષોનું મન પોતાની પત્નીથી હટી જાય છે અને અન્ય મહિલા તેના જીવનમાં આવી જાય છે.