ફોટામાં દેખાતી પેઇન્ટિંગ ખૂબ જ પ્રખ્યાત છે અને આ તસવીરને મેક્સિકન કલાકાર ઓક્ટાવિયો ઓકેમ્પો દ્વારા ડોન ક્વિક્સોટ તરીકે ઓળખવામાં આવે છે. આ ફોટામાં જવાબ શોધતા જ તમારું માથું પણ ફરવા લાગશે. સાચો જવાબ શોધવા માટે ઘણા લોકોએ ઘણી કોશિશ કરી, પરંતુ અમે તમને જણાવી દઈએ કે માત્ર થોડા જ લોકો તેમના પ્રયત્નોમાં સફળ થયા છે. તમે પણ આ ફોટામાં બને તેટલા ચહેરા શોધવાનો પ્રયાસ કરો અને તમારા આઈક્યુ લેવલને ટેસ્ટ કરો…
તમે કેટલા ચહેરા જોયા?
ઓક્ટાવિયો ઓકેમ્પોના ભ્રમમાં એક જ ફોટામાંથી આખી વાર્તા કહેવાની ક્ષમતા છે. આ ભ્રમ ખૂબ પ્રખ્યાત છે. આ ફોટામાં તમે બે લોકોને સીધા જોઈ શકો છો. જો તમે જમીન પર ધ્યાનથી જોશો તો તમને કૂતરાનો ચહેરો પણ દેખાશે. જો તમે ફોટોને ધ્યાનથી જોતા રહેશો તો ધીમે ધીમે તમને મોટા ભાગના ચહેરા દેખાવા લાગશે.
સાચો જવાબ શોધવો મુશ્કેલ
કિલ્લાની દિવાલ પર પણ ડ્યુકનો ચહેરો જોવા મળશે. ફોટો સતત જોતા તમને કિલ્લાની ડાબી બાજુએ એક ખોપરી પણ જોવા મળશે. પેઇન્ટિંગની ટોચ પર જુઓ, તેની જમણી બાજુએ મિગુએલ ડી સર્વાંટેસનો ભૂતિયા ચહેરો શોધવાનો પ્રયાસ કરો. તમને આ ફોટામાં 15 થી વધુ ચહેરાઓ મળી શકે છે પરંતુ ફોટો એટલો જટિલ છે કે લોકો યોગ્ય જવાબ શોધી શકતા નથી.
વાયરલ ફોટો
અબોવ-એવરેજ માઇન્ડ આ ઓપ્ટિકલ ઇલ્યુઝનમાં 15 થી વધુ ચહેરાઓ જોઈ શકે છે. જો તમને આ વાયરલ ફોટામાં 15 થી વધુ ચહેરા મળ્યા છે, તો અભિનંદન તમે પરીક્ષા પાસ કરી છે. આવા ભ્રમ લોકોને ખૂબ આકર્ષે છે.