ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથજીનું મંદિર આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ મંદિર હિન્દુઓના ચારધામોનાં તીર્થમાંથી એક છે. કહેવાય છેકે, મરતા પહેલાં દરેક હિન્દુઓએ ચારધામની યાત્રા કરવી જોઈએ, તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જગન્નાથ પુરીમાં ભગવાન વિષ્ણુનાં અવતાર કૃષ્ણનું મંદિર છે. આ મંદિરમાં લાખો ભક્તો દર્શન કરવા માટે દરવર્ષે આવે છે. આ જગ્યાનું મુખ્ય આકર્ષણ જગન્નાથ પુરીની રથયાત્રા છે. જે કોઈ તહેવારથી કમ નથી. તેને પૂરી સિવાય દેશ તેમજ વિદેશોના ઘણા વિસ્તારોમાં કાઢવામાં આવે છે.
જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળે છે. રથયાત્રાનો મહોત્સવ 10 દિવસનો હોય છે. જે શુક્લપક્ષની અગિયારસનાં દિવસે પુરો થાય છે. આ દરમ્યાન પૂરીમાં લાખોની સંખ્યામાં લોકો પહોંચે છે. અને આ મહાઆયોજનનો હિસ્સો બને છે. આ દિવસે ભગવાન કૃષ્ણ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથોમાં બેસાડીને ગુંડીચા મંદિર લઈ જાવામાં આવે છે. ત્રણેય રથોને ભવ્ય રીતે સજાવવામાં આવે છે. જેની તૈયારીઓ મહિનાઓ પહેલાંથી શરૂ કરી દેવાય છે.
આ વખતે તો વિદેશો માં પણ આપણા ભારતીઓ એ જગન્નાથજી ની રેલી કાઢી હતી અને આપણા સનાતન ધર્મ ને ત્યાં પણ ઉજાગર કર્યો. કેનેડા માં પણ જગન્નાથની ખુબ મોટી રેલી નીકળી હતી અને તેમાં ઘણા લોકો જોડાયા અને ખુબ ધૂમધામ થી જગ્ગનાથની રથ યાત્રા નો લાભ લીધો હતો.
View this post on Instagram
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]