આ રાસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત સહીત હવે તો લગભગ આખાયે વિશ્વમાં પ્રસિધ્ધ થયેલ છે. આ રાસ મહેર લોકોનો પરંપરાગત રાસ છે. જે ફક્ત પુરૂષો દ્વારા રમવામાં આવે છે. પોરબંદર અને આસપાસનાં બરડા તથા ઘેડ પંથકમાં, હોળી, સાતમ-આઠમ, નવરાત્રી તથા અન્ય કોઇ ધાર્મિક સામાજીક પ્રસંગે મણિયારો રાસ રમવામાં આવે છે.
આ રાસ ડાંડીયા રાસ તરીકે કે ડાંડીયા વગર પણ વિવિધતા પૂર્વક રમાય છે. જો કે તેના દરેક વૈવિધ્યમાં જુસ્સો અને શોર્યનું એકસમાન દર્શન થાય છે. મણિયારો રાસ મોટાભાગે મહેર સમાજનો પારંપારીક પહેરવેશ, ચોરણી,આંગળી (કેડિયું) પહેરી અને રમાય છે.
આ વાયરલ વિડિયો માં જોઈ શકો છો કે ‘શિવાજી ને નિદરું ન આવે.. ‘ ગીત પર છોકરોઓ મણિયારો રાસ કરતાં જોવા મળે છે. અમુક શહેર ની પરંપરા છે જ્યાં મણિયારો રાસ જ લેવા માં આવે છે. મોટા ભાગે તો આ રાસ મહેર લોકો માં જોવા મળે છે પણ અમુક શહેર માં હવે મણિયારો રાસ લઈને દઉં મચાવી રહ્યા છે. અવનવાર સોશિયલ મીડિયા પર રાસ ના વિડિયો વાયરલ થતાં હોય છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ” TGES Studio ” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં મણિયારો રાસએ બધાના દિલ ને ઘાયલ કરી દીધા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 19 લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખ 50 હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]