પરિવારમાં વર્ષોથી થતું ન હતું સંતાન… માતા મોગલની માનતા રાખવાથી ઘરે બંધાયું પારણું…

ભારતભરમાં અનેક દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. લોકો પોતાની શ્રદ્ધા અનુસાર મંદિરમાં પૂજા અર્ચના કરવા જતા હોય છે. ભારતમાં દરેક ધર્મ પાળવાની અને પૂજા અર્ચના કરવાની છૂટ છે. અહીં વિવિધ ધર્મનું પાલન કરતાં લોકો વસે છે. તેવામાં સમગ્ર ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં મોગલ માતાના ચારધામ ખૂબ જ પ્રખ્યાત થયા છે.

માતા મોગલ ના પરચા મળતા લોકો આ મંદિરોમાં દર્શન કરવા પહોંચતા હોય છે. તેમાં કચ્છમાં કબરાઉ માં આવેલા મોગલ ધામ ખાતે હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. માતા મોગલ ભક્તોના જીવનમાંથી દુઃખ દૂર કરે છે. માતા મોગલ ને સાચા દિલથી યાદ કરનાર વ્યક્તિની દરેક ઈચ્છા પૂરી થાય છે. આજ સુધી એવું બન્યું ન હોય કે માતાની માનતા રાખી હોય અને ઈચ્છા પૂરી ન થાય.

આજ કારણ છે કે મોટી સંખ્યામાં માતાના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટે છે. માતાની રાખેલી માનતા પૂરી થતાં લોકો કબરાઉ પહોંચી જાય છે. અહીં માતાની ગાદી મણીધર બાપુ સંભાળે છે જેમના આશીર્વાદ પણ ભક્તો લેતા હોય છે. આવી જ રીતે એક પરિવાર પોતાના પુત્ર સાથે કબરાઉ પહોંચ્યો હતો. તેમને મંદિરમાં 2100 રૂપિયા ભરવાની ઈચ્છા હતી. તેથી તેઓ માતાના દર્શન કરીને મણીધર બાપુને મળ્યા.

મણીધર બાપુએ તેમને પૂછ્યું કે તેમની માનતા શેની હતી. ત્યારે પરિવારે જણાવ્યું કે ઘણા વર્ષોથી તેમના પરિવારમાં સંતાન સુખ ન હતું. તેવામાં માતા મોગલ ની માનતા રાખી અને છેલ્લી આશા રાખી હતી. માતા મોગલ ની માનતા ફળી અને તેમના ઘરે દીકરાનો જન્મ થયો. તેથી તેઓ પોતાના દીકરા સાથે દર્શન કરવા અને માનતા પૂરી કરવા આવ્યા હતા. મણીધર બાપુએ તેમની પાસેથી 2100 રૂપિયા લઈને તેની ઉપર વધારે ₹20 ઉમેરી પરિવારને પરત કર્યા.

સાથે જ તેમને કહ્યું કે માતા મોગલ આપનાર છે લેનાર નથી. માતા મોગલ એ પરિવારને જે આપ્યું તે તેમની શ્રદ્ધાના કારણે છે. માતાના ભક્તો તેમના પર વિશ્વાસ રાખે તેમ જ બધું આવી જાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા
વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *