મારી ઉંમર ૧૯ વર્ષની છે. આજ સુધી મેં પાંચ છોકરીઓને ‘આઇ લવ યુ’ કહ્યું છે પરંતુ મને મારા પ્રેમનો યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. ક્યાં તો એ છોકરી મને ભાઇ બનાવી દે છે અથવા તો મિત્ર બનાવી દે છે. મારે સારા જીવનસાથીની જરૂર છે. તો મારે શું કરવું યોગ્ય સલાહ આપવા વિનંતી.
તમારે માટે જીવનસાથી શોધવાનું કામ તમારા વડીલોને સોંપી દો. આમ પણ લગ્ન માટે તમારી ઉંમર ઘણી નાની છે. તમારા નસીબમાં લખાયેલી યુવતી સમય આવ્યે તમને મળી જશે. આથી ધીરજ રાખો. આથી ધીરજ રાખો. તમે જે યુવતીને પ્રેમ કરો એ યુવતી તમને પ્રેમ કરે એ શક્ય નથી. મારી સલાહ તો એ જ છે કે પ્રેમના ચક્કરમાં પડયા વિના તમારા વડીલો કહે એ યુવતી સાથે પરણી જાવ.
હું ૨૦ વર્ષનો છું. અમારી સામે રહેતા એક પરિવારમાં પતિ-પત્ની તેમજ તેમની ત્રણ પુત્રીઓ અને એક પુત્ર રહે છે. આ ઘરની પત્ની સાથે મને શારીરિક સંબંધ છે. તેની ઉંમર ૪૦ વર્ષની છે. તેની બે મોટી પુત્રીઓ સાથે પણ મારા શારીરિક સંબંધ છે પરંતુ હવે હું સં*ભોગ કરી શકતો નથી. મને હસ્ત મૈથુનની આદત પડી છે શું કરવું તે સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
સૌ પ્રથમ તો તમારા આ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દો. તમારી સામે રહેતી સ્ત્રી વિકૃત માનસ ધરાવતી લાગે છે. અસુરક્ષિત સમાગમ જોખમી સાબિત થઇ શકે છે એ તમે જાણતા હશો. આમ પણ તમારી ઉંમર નાની છે. માનસિક તાણને કારણે તમને સં*ભોગ કરવામાં તકલીફ પડતી હશે. આ માટે તમે કોઇ મનોચિકિત્સક કે નિષ્ણાત સે*ક્સોલોજીસ્ટની સલાહ લો. હ*સ્ત મૈ*થુનનો અતિરેક પણ સારો નથી. હમણા સે*ક્સના વિચાર પડતા મૂકી ભણવામાં અને સારી કારકિર્દી બનાવવામાં ધ્યાન આપો. સમય જતા આપમેળે બધુ ઠીક થઇ જશે.
હું ૨૭ વર્ષનો યુવાન છું. મને કોઇ પ્રકારની જાતીય લાગણીનો અનુભવ થતો નથી. બોલવે-ચાલવે હું સ્માર્ટ છું. મારું વ્યક્તિત્ત્વ પણ પ્રભાવશાળી છે. પરંતુ સે*ક્સમાં રૂચિ થતી નથી. મારામાં કોઇ જાતીય વિકૃતિ પણ નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
તમારી સમસ્યાનું કારણ માનસિક હોઇ શકે છે. તમે કોઇ નિષ્ણાત મનોચિકિત્સકે કે સે*ક્સોલોજીસ્ટનો સંપર્ક કરો. યોગ્ય તબીબી તપાસ પછી ઉપચાર દ્વારા તમારી સમસ્યા દૂર થઇ શકશે. ચિંતા કરવાની કોઇ જરૂર નથી.
હું કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું. મારે એક યુવતી સાથે પ્રેમ છે. જો કે અમે હજુ સુધી વાતચીત પણ કરી નથી. તેને મારે વિશે બધી જ માહિતી છે. મને ખાતરી છે કે તે મને પ્રેમ કરે છે. આ યુવતીની સગાઇ થઇ ગઇ છે. મારે માટે પણ લવ મેરેજ શક્ય નથી. મારે શું કરવું તેની સલાહ આપવા વિનંતી.
તમે એ યુવતી સમક્ષ તમારા પ્રેમનો એકરાર કર્યો નથી. તો પછી એ યુવતી તમને પ્રેમ કરે છે એમ તમે કઇ રીતે કહી શકો. તમારી સામે એ જુએ એટલે એ તમને પ્રેમ કરે છે એ કહી શકાય નહીં. અને આમ પણ તેની સગાઇ થઇ ગઇ છે એટલે એ યુવતીને ભૂલી જવામાં જ તમારી ભલાઇ છે. બીજી યુવતીઓ સાથે મૈત્રી સંબંધ કેળવો એટલે ધીરે ધીરે તમે એ યુવતીને ભૂલી જશો.
આમ પણ અત્યારે પ્રેમનો વિચાર કરવાનો સમય નથી. આ સમય છે ભણીગણીને તમારા પગ પર ઊભા રહેવાનો. આથી સમયનો સદુપયોગ કરી સારી કારકિર્દી બનાવો પછી જ લગ્નનો વિચાર કરો. ભવિષ્યમાં તમને આ યુવતીથી પણ સારી જીવનસાથી મળશે અને આમ પણ તેની સામે પ્રેમનો એકરાર કરવાની તમારામાં હિંમત નથી. આથી પરિસ્થિતિનો સ્વીકાર કરી એ યુવતીને ભૂલી તમારા જીવનમાં આગળ વધો.
હું ૨૦ વર્ષનો યુવક છું. મને મારા પડોશીની છોકરી સાથે પ્રેમ છે. પરંતુ તેના પિતાએ અમારી જમીન બળજબરીથી જપ્ત કરી લીધી હોવાથી અમારા સંબંધો સારા નથી. ઘણીવાર મને બદલો લેવા માટે એ છોકરી સાથે શારીરિક સંબંધ બાંધી તેના કુટુંબને બદનામ કરવાનો વિચાર આવે છે. આ યુવતી હું કહું તેમ કરવા તૈયાર છે. મારે શું કરવું તેની સમજ પડતી નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
તમે ફિલ્મો ઘણી જોતા લાગો છો. તમારા મગજ પર ફિલ્મોએ ઘણી અસર કરી હોય એવું લાગે છે. ફિલ્મો છોડી વાસ્તવિક ભૂમિ પર પાછા ફરો. બદલાની ભાવનાને કારણે એક નિર્દોષ યુવતીનું જીવન બરબાદ ન કરો. પિતાના કાર્યની સજા માસુમ પુત્રીને આપવાનો વિચાર છોડી દો. તમારામાં હિંમત હોય તો એ યુવતી સાથે લગ્ન કરી પરિવારની દુશ્મની મૈત્રીમાં ફેરવો અને તમારી જમીન પાછી મેળવો અન્યથા એ યુવતીને ભૂલી જાવ. તેને તેની જિંદગી જીવવા દો અને તમે તમારી જિંદગી જીવો.
હું ૨૦ વર્ષનો યુવક છું. મને ૨૨ વર્ષની યુવતી સાથે પ્રેમ છે. આ યુવતીના ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થઇ ગયા છે. તેને દોઢ વર્ષનું સંતાન પણ છે. અમે બંને એકબીજા વિના રહી શકતા નથી. મારે ઘરે પણ અમારા પ્રેમની જાણ છે. મારે શું કરવું એ સમજ પડતી નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
તમે સહિયર સમીક્ષા ધ્યાનથી વાંચતા હશો તો તમે મુંઝવણમાં મૂકાત જ નહીં. આ યુવતી પરિણિત છે અને તેને સંતાન પણ છે. તેના સુખી સંસારમાં આગ લગાડો નહીં. આ યુવતીને ભૂલી જાવ. તેનો સુખી સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં. એ યુવતીના સંતાનના ભવિષ્યનો વિચાર કરી તેના માર્ગમાંથી ખસી જાવ.
એ યુવતીને તેના પતિ સાથે અણબનાવ હોય તો મિત્ર દાવે આ અણબનાવ દૂર કરવા પ્રયાસ કરો. અને એનો પતિ જો સારા સ્વભાવનો હોય અને આ યુવતીને પર પુરુષો પ્રત્યે આકર્ષણ થતું હોય તો એક વાત જાણી લો જે વ્યક્તિ તેના જીવનસાથીને વફાદાર રહી શકતી નથી તે બીજાને રહી શકે એ વાતમાં માલ નથી.