હું 18 વર્ષીય અપરણિત યુવતી છું, મને સમાગમનું મન થાય એટલે હું હસ્તમૈથુન કરું છું, પરંતુ હવે..

પ્રશ્ન: હું ૨૨ વર્ષની કોલેજની વિદ્યાર્થિની છું અને મારા ગાલ પર એક કાળો ડાઘ છે, જે ચહેરાને સાફ કરવાથી પડયો છે. કોઈ એવો સરળ નુસખો બતાવો, જેનાથી ડાઘ દૂર થઈ શકે. એક યુવતી: (આણંદ)

ઉત્તર: ચહેરો વધુ પડતો ઘસવાના કારણે જે સોજો બની ભાગ ઊપસી આવ્યો છે, તેનાથી થયેલા હાયપરપિગમેન્ટેશનને કારણે ડાઘ પડયો છે, જે સમય જતાં આપોઆપ ઓછો થઈ જશે. તમે ઇચ્છો તો હાઈડ્રોક્વીનોન યુક્ત કોઈ ક્રીમ લગાવી શકો છો. આકરા તાપથી ચહેરાને દૂર રાખશો.

પ્રશ્ન: હું ૨૩ વર્ષનો છું. મને હસ્તમૈથુનની કુટેવ પડી ગઈ છે. હું એ છોડવા માગું છું. શું આ માટે કોઈ સેક્સોલોજિસ્ટની સલાહ લેવી ઠીક રહેશે? એક યુવક (જામનગર)

ઉત્તર: સામાન્ય રીતે અપરિણીત યુવકોમાં આવી અકૂદરતી મૈથુનની કુટેવ જોવા મળે છે. દ્દઢ સંકલ્પ કરી લો, તો તમે એનાથી છૂટી શકશો. આ માટે કોઈ સેક્સોલોજિસ્ટની પાસે જઈ સમય અને પૈસા બગાડવાની જરૂર નથી. તમારાં લગ્ન થઈ જશે ત્યારે આ કુટેવ પણ આપોઆપ છૂટી જશે.

હું ૧૯ વરસની છું. મારી જ ઉંમરની એક યુવતી સાથે મારે મૈત્રી છે. છેલ્લા દસ વરસથી અમે એકબીજાના મિત્રો છીએ. તે એક યુવકના પ્રેમમાં છે. પરંતુ એ યુવકે હમણા મને તેની સાથે બહાર આવવાનું આમંત્રણ આપ્યું અને મને ગુલાબના ફૂલો અને કાર્ડ પણ આપ્યા. આ કારણે મને ઘણો આઘાત લાગ્યો છે અને મને મારી બહેનપણીની ચિંતા પણ થાય છે. તેને એ યુવક પર આંધળો વિશ્વાસ છે. તેને આ વાત કહેવી કે તે હું જાણતી નથી. મારે તેને આ યુવકથી બચાવવી છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. – એક યુવતી (અમદાવાદ)

તમારી ચિંતા સમજાય એવી છે. હમણા તમે શાંતિ રાખો. આ વિશે એક શબ્દ પણ બોલો નહીં. તમારી જેમ એ છોકરાઓ બીજી છોકરીઓને પણ ગુલાબ તેમજ કાર્ડ મોકલ્યા હશે. આથી આ વાત તમારી સહેલીથી વધુ સમય છૂપી રહી શકે તેમ નથી. તેને તેની જાતે જ આ વાતની ખબર પડવા દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *