ટ્રેન ના ટોઇલેટ માથી આવી રહ્યો હતો જોર જોરથી અવાજ….

ભારતીય રેલ્વે જોવા જઈએ તો પુરા ભારત ભરમાં હજારો લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે અને આ જ કારણોસર દરેક ટ્રેનની અંદર દરેક સમયે ભીડ રહેતી હોય છે અને મિત્રો આવી લોકોની ભીડની અંદર કેટલીક ઘટનાઓ બનવી સામાન્ય છે પરંતુ આપણા ભારતીય રેલ્વેની અંદર કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે કે જેને જોઈને આપણે હેરાન થઈ જતા હોઈએ છીએ. તો મિત્રો આજે તમે તમને જણાવીશું એવી જ એક રેલ્વેની ઘટના વિશે કે જેને જાણીને તમે પણ હેરાન થઈ જશો એટલે કે ચોકી જશો.

એક સમયે એક મહિલા ટ્રેનનાં ટોયલેટમાં જાય છે અને ટ્રેનનાં ટોયલેટમાં અવાજ આવવા લાગે છે અને ત્યારબાદ લોકો દરવાજો તોડી અને જોવે છે તો તેની નજર સામે જે આવે છે, તે જોઈને ટ્રેનમાં બેઠેલા બધા જ લોકો હેરાન થઈ જાય છે. મિત્રો આ ઘટના ઉત્તરપ્રદેશનાં ભોજીપુરા જિલ્લાનાં રેલ્વે સ્ટેશન ઉપર બની હતી. સોમવારનો દિવસ હતો. ભોજીપુરા રેલ્વે સ્ટેશન પર પેસેન્જરથી ભરેલી એક ટ્રેન ઉભી હતી અને આવા સમય પર એક મહિલા સીતાપુર જવા માટે ટ્રેનની અંદર બેસે છે.

ત્યારબાદ ધીમે-ધીમે ટ્રેન ચાલતી થાય છે અને તેની અંદર બધા જ લોકો વાતો કરતાં-કરતાં પોતાનો સમય પસાર કરતા હોય છે અને આવા જ સમય પર ટ્રેનમાં બેઠેલી એક મહિલા ટોયલેટ કરવા માટે ટ્રેનનાં ટોયલેટમાં જાય છે અને થોડા સમય પછી ટ્રેનનાં ટોયલેટમાંથી જોર-જોરથી અવાજ આવવા લાગે છે અને આ બધું જ જોતા ટ્રેનમાં બેઠેલા બધા જ લોકો ડરી જાય છે અને તે લોકોને એ પણ સમજાતું નથી કે ટોયલેટમાં મહિલા સાથે શું થઇ રહ્યું છે.

ત્યારબાદ લોકો દ્વારા ટ્રેનની ચેઇન ખેંચી અને ટ્રેનને ઉભી રાખવામાં આવે છે અને ત્યારબાદ બધા જ લોકો ટોયલેટનાં દરવાજાને ખોલવાની ખુબ જ કોશિશ કરવા લાગે છે પરંતુ તેનો દરવાજો ખુલતો નથી અને આ જ કારણોસર લોકો બાદમાં ટ્રેનનો દરવાજો તોડી નાખે છે અને તેમની નજર સામે જે આવે છે, તેને જોઈને બધા જ લોકો હેરાન થઈ જાય છે. હવે મિત્રો ટ્રેનનો દરવાજો તોડતા જ લોકોને જોવા મળે છે કે ટ્રેનનાં ટોઇલેટમાં ગયેલી મહિલા ટોઇલેટમાં બેસીને રડી રહી હતી અને તેને ખુબ જ દુખાવો થઇ રહ્યો હતો અને તે મહિલા જોર-જોરથી અવાજ કરી રહી હતી અને પોતાનાં હાથ વડે નીચે ઈશારો કરી રહી હતી.

ત્યારબાદ લોકોએ નીચે જઈને જોયું તો એક બાળક રેલ્વેનાં ટ્રેક પર પડ્યું હતું અને આ જોતાં ખબર પડી કે મહિલાએ ટોયલેટમાં બાળકને જન્મ આપ્યો છે અને તે બાળક ટોયલેટમાંથી નીચે રેલ્વે ટ્રેક પર પડ્યું હતું અને આ ઘટના જોઈને બધા જ લોકો ચોંકી ગયા અને ગભરાઈ ગયા અને ત્યાં પોલીસને બોલાવવામાં આવી અને તાત્કાલિક સારવાર અર્થે મહિલા અને બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી અને હોસ્પિટલની અંદર ડોક્ટર દ્વારા બાળકીનો જીવ બચાવી લેવામાં આવ્યો અને સુરક્ષિત રીતે માં અને બાળકીને પોતાનાં ઘરે મોકલી દેવામાં આવ્યા.

ત્યારપછી થોડા સમય બાદ આ સમગ્ર ઘટના વિશે મહિલાને પુછતાં જાણવા મળ્યું કે તે પોતાની આંખ બતાવવા માટે ટ્રેનમાં જઈ રહી હતી અને તે ૯ મહિનાથી ગર્ભવતી હતી અને તે જ્યારે પણ ટોયલેટમાં જાય છે તો તેને અસહ્ય પીડા થવા લાગે છે અને તે બાળકીને ટોયલેટ જન્મ આપે છે અને તે બાળકી ટોયલેટનાં પાઇપ દ્વારા ટોયલેટનાં ટ્રેક પર પડી જાય છે પરંતુ મહિલાનું કહેવાનું હતું કે તે આજનાં સમયમાં એકદમ સુરક્ષિત છે અને તેણે પોલીસ પ્રશાસન અને ટ્રેનમાં બેસેલા બધા જ મુસાફરીઓનો ખુબ જ આભાર માન્યો હતો.

હવે મિત્રો આ ઘટના જોતાં જ એક કહેવત યાદ આવે છે જે જન્મ લેનારી બાળકી માટે સાર્થક થઇ છે. “જાકો રાખે સાંઇયા માર સકે ના કોઈ” આ કહેવત અનુસાર જેનાં પર કુદરતનો હાથ હોય છે, તેને કોઈપણ મારી શકતું નથી. તો મિત્રો આ હતી એક વિચિત્ર પ્રકારની ટ્રેનમાં બનેલી ઘટના કે જેને જાણીને આપણે બે ઘડી વિચારતા થઈ જઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *