ઇમરાન હાશમી કિસ માટે જાણીતો છે, પરંતુ તે કિસ કે ચુંબન પાછળનું સાયન્સ જાણતો હશે કે નહીં તેની ખબર નહીં. વૈજ્ઞાનિકો કહે છે કે 10 સેકન્ડની કિસમાં 8 કરોડ બેક્ટેરિયા એકબીજામાં પાસ થાય છે. સાંભળવામાં થોડું અજીબ લાગે છે પરંતુ કિસ પરથી તમારો ભરોસો ઉઠી જાય તે પહેલા તેના ફાયદા પણ જાણી લો.
કિસિંગ દરમિયાન મોટી સંખ્યામાં બેક્ટેરિયા પાસ થતા હોવા છતાં હાથ મિલાવતી વખતે બીમાર થવાની સંભાવના વધારે રહેલી છે. કિસિંગ પાછળનું સાયન્સ કહે છે કે આ કામમાં ભલે બેક્ટેરિયા પાસ થતા હોય પરંતુ બંને પાર્ટનર માટે તેના અનેક ફાયદા છે.
માતાનું દૂધ પીતી વખતે કે પછી બોટલથી દૂધ પીતી વખતે બાળક હોઠનો જેવી રીતે ઉપયોગ કરે છે તે કાર્ય કિસિંગ સાથે મળતું આવે છે. આ શરૂઆતની વાતો જ બાળકની દિમાગમાં તે નસો સાથે જોડાયેલો રસ્તો તૈયાર કરે છે, જે કિસિંગને લઈને મનમાં સકારાત્મક ભાવ ઉત્પન્ન કરે છે.
આપણા હોઠ શરીરનો એવો ભાગ છે જે કામુકતા જાગૃત કરે છે. માણસના હોઠ અન્ય જીવો કરતા થોડા અલગ અને બહાર તરફ નીકળેલા હોય છે. તેમાં અનેક સંવેદનશીલ નસો હોય છે, આજ કારણ છે કે તેને જરા પણ સ્પર્સ કરવામાં આવે તો મગજ સુધી સંદેશ પહોંચી જાય છે અને આપણને સારો અનુભવ કરીએ છીએ.
કિસિંગ સંવેદક સૂચના સાથે જોડાયેલા આપણા મગજના એક મોટા હિસ્સાને સક્રિય કરી દે છે. એવું માની લો કે અચાનક આપણું દિમાગ કામ કરવા લાગે છે. એવું વિચારવા લાગે છે કે હવે પછી શું થશે. કિસની અસર કંઈક એવી થાય છે કે આપણા શરીરમાં હોર્મોન્સ અને ન્યૂરોટ્રાન્સમિટર્સ જાણે કે વોશિંગ મશીનની જેમ ફરવા લાગે છે. આપણા વિચાર અને લાગણી પર તેની અસર પડવાની શરૂઆત થઈ જાય છે.
જ્યારે લોકો હોઠ પર કિસ કરે છે ત્યારે સરેરાસ 9 મિલીગ્રામ પાણી, 7 મિલીગ્રામ પ્રોટીન, 0.18 મિલિગ્રામ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ, 0.71 મિલીગ્રામ અલગ અલગ ફેટ્સ, 0.45 મિલીગ્રામ સોડિયમ ક્લોરાઇડનું આદાન પ્રદાન થાય છે. કેલરી બર્ન કરવાનું કામ પણ કિસ કરે છે. કહેવામાં આવે છે કે કિસ કરનાર યુગલ 2થી 26 કેલરી પ્રતિ મિનિટ બર્ન કરે છે. આ આનંદ પ્રાપ્ત કરવાના સમયમાં 30 અલગ અલગ માંસપેશિયોનો ઉપયોગ થાય છે.
અનેક વખત કિસને થૂકનું આદાન પ્રદાન પણ કહેવામાં આવે છે. પરંતુ એ જાણવું જરૂરી છે કે આ ‘અજીક’ કામની શરૂઆત ક્યારે થઈ. કહેવામાં આવે છે કે પશ્ચિમમાં આ કામ 2000 વર્ષ પહેલા શરૂ થયું હતું. 2015ના એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે 168 સંસ્કૃતિઓમાંથી અડધાથી પણ વધારે હોઠથી હોઠના મિલનનો સ્વીકાર કરે છે. અનેક સંસ્કૃતિઓમાં કિસ હજી પણ ‘પાપ’ છે.
એક અભ્યાસ પ્રમાણે મહિલાઓ પોતાના પાર્ટનરની પસંદગી કરતી વખતે તેની કિસ કરવાની રીતને લઈને ખૂબ ચિંતિત હોય છે. એવું પણ કહેવામાં આવે છે કે કિસિંગ બે લોકોને એટલી નજીક લાવે છે કે તેઓ એક બીજાના ફેરોમોન્સને પણ ઓળખી શકે છે. ફેરોમોન્સ હકીકતમાં એક કેમિકલ છે, જે અલગ અલગ પ્રકારની ગંધ ઉત્પન્ન કરે છે. મતલબ કે કોઈને કિસ કરતી વખતે આપણે એ ગંધ સુધી પહોંચી શકીએ છીએ જે તેને બીજા વ્યક્તિથી અલગ કરે છે. ક્યારેક આપણને એ ગંધ પંસદ પડે છે તો ક્યારેક આ જ ગંધને કારણે આપણે તેને કિસ કરતા અટકીએ છીએ.