22 વર્ષની યુવતીએ અજાણ્યા યુવક સાથે બાંધ્યા શરીર સંબંધ, 9 મહિને ફૂટ્યો ભાન્ડો…

મહેસાણામાં એક એવી વિચિત્ર ઘટના બની છે જેના વિશે જાણીને તમને નવાઇ લાગશે. મહેસાણામાં 22 વર્ષીય યુવતીએ અજાણ્યા યુવક સાથે હોટલમાં જઇને સેક્સ માણ્યું હતું. જેના પગેલ યુવતી સગર્ભા બની હતી પરંતુ આ અંગે તેને જાણ થઇ ન્હોતી.

મળતી માહિતી પ્રમાણે ગત મંગળવારે તેને પેટમાં દુઃખાવો ઉપડતા મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં તેણે બાળકીને જન્મ આપ્યો હતો. આ કુંવારી માતાને તેના બાળકા પિતા વિશે કંઇ જ જાણતી ન હોવાથી પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ છે.

આ ઘટનાની વિગત એવી છે કે, વિસનગર તાલુકાના એક પરિવારની 22 વર્ષની કુંવારી યુવતીને મંગળવારે રાત્રે પેટમાં દુ:ખાવો ઉપડતાં સારવાર માટે મહેસાણા સિવિલમાં લવાઇ હતી. જ્યાં તેણીએ બાળકીને જન્મ આપ્યો હતો. પિતાએ બાળકીના પિતા સંબંધે પૂછતાં યુવતીએ મોં સીવી લીધું હતું.

આખરે પિતાએ પોલીસને જાણ કરી હતી. વિસનગર પોલીસે જ્યારે યુવતીની પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારી વિગતો ખુલી હતી. યુવતીએ જણાવ્યું કે તે 9 મહિના પૂર્વે મહેસાણા આવી હતી. આ યુવતી ફૂવારા રોડથી પરા તરફ ચાલતી જતી હતી, ત્યારે મુકેશ નામનો યુવક તેને મળ્યો હતો. આ યુવક તેને રિક્ષામાં મહેસાણાની એક હોટલમાં લઇ ગયો હતો અને તેની સાથે સેક્સ માણ્યું હતું. યુવતી તેની સાથે શારીરિક સંબધો બાંધ્યા પછી પાછી ઘરે જતી રહી હતી. બીજી તરફ ગર્ભમાં બાળક આકાર લઇ રહ્યાની બાબતે યુવતી અજાણ હતી પણ મંગળવારે યુવતીને દુ:ખાવો ઉપડતાં સમગ્ર મામલો ખુલ્યો હતો.

હવે નવજાત બાળકીના પિતા કોણ તે મુદ્દે ઉઠેલા સવાલ વચ્ચે યુવતી દુષ્કર્મીનું નામ જાણતી ન હોઇ કોના વિરુદ્ધ કાર્યવાહી કરવી તે પોલીસ માટે મોટો સવાલ બન્યો છે. બીજી બાજુ કુંવારી મા બનેલી યુવતીને ગામમાં લઇ જવી કેવી રીતે તે મુદ્દે પિતા વિમાસણમાં મૂકાયા છે ને તેમની હાલત કફોડી થઈ ગઈ છે.

પિતાએ દુઃખી હૃદયે કહ્યું કે, પુત્રીના પેટમાં 9 મહિનાનો ગર્ભ હોવાની બાબતે બિલકુલ અજાણ હતો. ભૂ઼કંપમાં પત્ની ગુમાવ્યા બાદ મેં મારી બંને પુત્રીઓને પુત્રની જેમ ઉછેરી હતી, જેમાંથી એકનું 3મહિના પૂર્વે મોત થયું અને બીજીની આ હાલત છે. હવે કયા મોઢે તેને બાળક સાથે ગામમાં લઇ જઉં. તેમણે કહ્યું કે, હું હવે તેનું મોઢું જોવા માંગતો નથી. ધરતી માર્ગ આપે તો સમાઇ જાઉં તેવી સ્થિતિ છે. બીજી તરફ યુવતીએ કહ્યું કે, મારી સાથે સેક્સ માણનારા યુવકને હું જાણતી નથી, ત્યારે બાળકીને પિતા કેવી રીતે આપું. બાળકીને છોડી શકતી નથી અને તેને લઇને ગામમાં જઇ શકતી નથી.

તેણે જણાવ્યું કે, ગર્ભમાં બાળક હોવાની બાબતે અજાણ હતી તેથી કોઇ દવા કે સારવાર કરાવી નથી અને મારી જેમ મારી બાળકીને પણ દુ:ખી થવું પડશે. પોલીસના જણાવ્યા મુજબ, યુવક અંગે યુવતી પાસે કોઇ માહિતી ન હોઇ બળાત્કારની ફરિયાદ નોંધી શકાય નહીં અને પરિવાર પણ કોઇ કાર્યવાહી કરવાની ના પાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *